March 21, 2023

आई श्री पीठड माँ

આઈ શ્રી પીઠડ માં

વિ.સ.1104મા આઈ પીઠડ નો જન્મ સોયાબાટી ના ઘેરે થયો. આ અરસામા નવાનગર રાજય(હાલનો જામનગર જીલ્લો) ના હાલાર પંથકમા થઈ મણવર અને સિંઘુડી નદીના પાણી બારેમાસ ઘીર ગંભીર વહયા જાય છે. આ બન્ને નદીના બેરણ વચ્ચે સોરઠા નામનુ ગામ વસી રહયુ હતુ જે ગામ આજે ઐતિહાસિક વાતની સાક્ષી પુરતુ મોજુદ છે. મણવર અને સિંઘુડી નદીના બેરણ વચ્ચે ઘણા માલધારી ચારણોના નેશ હતા. તેમા સોયા બાટી નામના ચારણનો પણ નેશ હતો.

સોયા આપા, માંત્રા આપા,માખણા આપા ત્રણેય સગા ભાઈઓ બઘા માલધારીઓ મા સોયા બાટીનુ માન-પાન વઘુ વળી પોતે પૈસે-ટકે પણ સુખી અને પશુધન પણ ઘણુ અને ઉદારતા પણ સોયા બાટીની જ એટલે કાયમ ઘેર પાંચ-સાત મહેમાન તો હોયજ આવા ગુલાબી દીલના ચારણના ઘરવાળી પણ એવાજ.નામ માલુબાઈ નરા-શાખાના ચારણના દીકરી માલુબાઈ એટલે સાક્ષાત દૈવીનો અવતાર..

સોયા બાટી અને માલુબાઈ ને ઘેર શેર માટીની ખોટ હતી..સંત ભોરિંગનાથ જે શેષનાગનો બીજો અવતાર તેમણે વચન દિધૂ કે તમારા ભાગ્યમા સંતાન સૂખ નથી પણ મહાદેવની કૃપાએ વચન આપું છું કે તારે ત્યા દિકરીનો જન્મ થશે અને તે જોગમાયા નો અવતાર હશે નામ પીઠડ રાખજે અને ત્યાર બાદ બીજી છ દિકરીનો જન્મ થશે અને તમારા ભાઈઓ ને ત્યા એક-એક એમ કુલ નવ બહેનો જન્મ થશે જે જોગમાયા જ હશે.

Pithad maa history

આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા

માલધારીઓનુ જીવન વરસાદને આભારી હોય છે.જેઠ મહીનાના દીવસો હતા રાજય સરકારે દુષ્કાળ જાહેર કર્યો.હાલારની લીલુડી ઘરતી વેરાન બની ગઈ. માલધારીઓ માથે દુખના ડુંગર પડયા..સોયા બાટીને ઘેર આજે દિકરીની છઠ્ઠીનો દીવસ હતો બઘાજ ચારણ માલઘારીઓ સોયાબાટી ના ઘેર ભેળા થયા હતા. દીકરીનુ નામ “પીઠડ રાખ્યુ .. “છઠ્ઠી ની વીઘી પુરી કર્યા પછી પશુઘનની શુ વ્યવસ્થા કરવી એવુ સર્વાનુ મતે નક્કી થયુ..સોયાબાટી ની સલાહ લીઘી તમો સૌ માલને હાંકી ઉગમણી દીશા ભણી ઉપડો હુ 15 કે 20 દીવસ પછી આવીશ..માતાજી સૌની સહાય કરશે..પણ માલધારીઓ યે અંદરો-અંદર નક્કી કર્યુ કે સૌ સાથેય જાશુ એમ નક્કી કરી સૌ પોત પોતાના નેશ ભણી વિદાય થયા..

રાત જામતી હતી સોયા બાટી પથારીમા પડયા પડયા પડખા ફર્યા કરે પોતાને ઘેર સુવાવડનો ખાટલો છે વરસાદ છે નહી માલઢોરની ચિંતા સતાવે છે…ચિંતામા ને ઉપાઘીમા કયારે નીંદર આવી ગય ખબર ન રહી..નિંદ્રા એ ચિંતા હરી લીધી..

સોયા બાટી એ નિંદ્રા મા અદભૂત ચમત્કાર જોયો ચમત્કાર પણ કેવો ? જાણે જગદંબા પોતાની સામે આવીને ઉભા હોય તેવો ભાસ થયો. પોતે ડરી ગયા..

હૈ..આપા તમે ડરશો નહી હુ તમારી દીકરી પીઠડ છુ અમે જોગમાયાના અવતાર રુપે 7 બહેનો તમારે ત્યા અવતરીશુ..મારા પછી તમારે ત્યા 6 બહેનો અવતરશે …અમો સાત બહેનો બહ્મચર્ય પાળી મંદીરે પુજાઈશુ. જે જે ઠેકાણે અમો રમણ કરી પરચા પુરીશુ તે તે સ્થળ અમારા નામથી પ્રસિદ્ધ થશે..પણ જયારે તમારા મોઢેથી અમારા અવતારની વાત બહાર પડશે ત્યારે અમો પૃથ્વીમા સમાઈ જાશુ..

આપા તમે મુજાતા નહી મારુ દુખ તમને નહી પડવા દઉ. તમો માલઢોર હાંકી ઉતરાદી દિશા ભણી જાજો “ચોથા” નેશે ખડપાણીની બહોળાશ હશે..ત્યાજ વસવાટ કરજો..મારી આજની નિશાની રુપે તમારા ઓશિકે લાલ રંગની લોબડી(ઉનનો કામળો), છેડે ચાંદીના ઘુધરા હશે..આકાશવાણી બંઘ થઈ સવાર પડયુ સોયા બાટી જાગ્યા જાગીને સપનાની વાત યાદ કરી. તેણે ઓશીકે જોયુ તો લાલરંગની લોબડી ચાંદીના ઘુઘરાવાળી કામળી નજરે પડી..સોયા બાટી યે બે હાથ જોડી વંદન કર્યા.

“સોયાની તુ સોરઠે, આઈ પીઠડ જે આપ”
“તે મેટયા સોયા તણા તનના ત્રણેય તાપ”

સોયા બાટી ને આનંદનો પાર નથી..દીવસના પરોઢયે સોયાબાટી ના કહેવા મુજબ સૌ ઉતરાદી દિશા ભણી રવાના થયા..સુરજ દાદા મઘ્યાહને આવે છે ત્યા માલઘારી વિસામો લઈ ટીંમણ કરે છે જયા સાંજ પડે ત્યા રાતવાસો કરે છે…આમને આમ માલને હાંકતા હાંકતા માલધારીઓ ઉતરાદિ દીશા તરફ આગળ વઘ્યા જાય છે..આમ કરતા કરતા ચોથા દીવસે ને ચોથા મુકામે “સોનાલીનો ટીંબે આવી પડાવ નાખ્યા..આ ટીંબો પીઠડ ગામ અને પડાણા ગામની વચ્ચે આવેલો છે..આ વિસ્તારની સીમા આજે પણ સોનેલી ટીંબા તરીકે ઓળખાય છે.

સાત બહેન ના નામ:-

1)શ્રી પીઠડ આઈ, 2)શ્રી કાંત્રોડી આઈ, 3)શ્રી કળંબાય આઈ, 4)શ્રી રખાઈ આઈ, 5)શ્રી સુંદરી આઈ, 6)શ્રી ભીંચરી આઈ, 7)શ્રી શિંહોરી આઈ અને બે કાકાની દીકરીઓ  8)શ્રી માંત્રી આઈ, 9)શ્રી માખણી આઈ.

સાત બહેન ના નામ  ઉપરથી જ હાલમા તે ગામના નામો પણ તે જ છે… આઈ પીઠળ માઁ નો જન્મ સોયઠા (સાયા આપા ના નામ પરથી ગામનુ નામ પડેલુ ) ગામ મા થયેલો હાલ પણ ત્યાં માઁ પીઠડ નુ મંદીર છેજ. આઈ પીઠડ મા અને તેમના સાત બહેનો ના સ્થાનક અને તેમના નામ પર પડેલા ગામના નામ ની માહિતી નીચે મુજબ છે.

૧) આઈ પીઠડ -જામનગર જી. જોડીયા તાલુકાનૂ પીઠડગામ

૨) કાંત્રોડી -સુ.નગર જી. નું  ગામ કાંત્રોડી

૩) કરમાઈ -સુ.નગર જી. નું  કરમાઈ ગામ

૪) રખાઈ -અમદાવાદ જી. નું રખીયાલ

૫) સુંદરી -ધ્રાંગધ્રા નું સૂંદરીગામ

૬) ભીચરી -રાજકોટ જી. નું ભીચરી ગામ

૭) શિહોરી -ભાવનગર જી. નું શિહોર ગામ

આભાર- પુજારી ગોસાઈ અનીલગીરી
હરસુરદેવ બારોટ

આમ સાતેય બાટી કુળ મા અવતરેલ જોગમાયાઓના પોત પોતાના નામ પરથી ગામોના નામ અને ધામો છે આ શીવાય પીઠડ માંનું મંદિર જામવાળા ગીર માં પણ આવેલું છે જે પીઠડધામ તરીકે ઓળખાય છે.

pithaddham

પીઠડધામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
%d bloggers like this: